મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ડિવાઈડર સાથે અથડાતા બે યુવકોનાં મોત, અકસ્માતની અલગ અલગ ઘટનામાં પાંચે ગુમાવ્યા જીવ

સુરતમાં આજથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો કડક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે રોડ અકસ્માતમાં પણ વધારો થયો છ

સુરતમાં ડિવાઈડર સાથે અથડાતા બે યુવકોનાં મોત, અકસ્માતની અલગ અલગ ઘટનામાં પાંચે ગુમાવ્યા જીવ

સુરતમાં આજથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો કડક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે રોડ અકસ્માતમાં પણ વધારો થયો છે. આજે બે અલગ અલગ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યાં છે. જેમાં ઉંમરપાડામાં 3 યુવકોના મોત થયા છે. જ્યારે સુરત શહેરમાં પણ બ્રિજ ક્રોસ કરતાં 3 યુવકોનું બાઈક ડિવાઈડર સાથે અથડાતાં બે યુવકોના મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આમ કુલ બે અકસ્માતમાં પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યાં છે. 

સુરતમાં બે યુવકોનાં મોત

હેલ્મેટની અમલવારી પહેલાં અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત નીજ્યાં છે. ઉમરાથી અઠવાગેટ તરફ જતી વેળાએ મોટર સાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ હતી. બાઈક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકની હાલત ગંભીર છે. ત્રણેય મિત્રો એક જ મોટર સાયકલ પર સવાર હતા. પારલે પોઇન્ટના બ્રિજ પર બની ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ઘટના માં ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચી શક્યો હોત. હાલ ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

હેલમેટ નહોતા પહેર્યા

રાજુ રાવલે કહ્યું કે, ઉમરા બ્રિજ ચડી રહ્યા હતાં. ત્યારે અકસ્માત સર્જાયો હતો. બાઈક પર આવતાં હતાં. જેમાં ડિવાઈડર સાથે અથડાતા ચાલક સિવાયના બેનાં મોત થયાં છે ત્રણેયે હેલ્મેટ નહોતા પહેર્યા. જેથી તેમના ડિવાઈડર સાથે માથા અથડાતા મોત થયા છે. જો તેમણે હેલ્મેટ પહર્યા હોત તો મારો ભાણેજ આજે બચી ગયો હતો.

ઉંમરપાડામાં 3નાં મોત

સુરતના જિલ્લાના ઉંમરપાડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ત્રણ યુવકના મોત થયાં હતાં. ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઇજાના કારણે બાઇક સવાર ત્રણ યુવકના મોત નીપજ્યા હતાં. મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની છે.

આ સમાચાર શેર કરો