Surat news: વેપારીનું અપહરણ કરનાર પાંચ આરોપીઓ પકડાયા, ધંધાના રૂપિયા મામલે થઈ હતી માથાકૂટ
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીનું રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ કરાયું હતું. આ ક

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીનું રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ કરાયું હતું. આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ગોડાદરા વિસ્તારમાંથી સ્કોર્પિઓ કારમાં આરોપીઓ દ્વારા અપહરણ કરાયું હતું. પોલીસે અપહ્યુત વેપારીને ડીંડોલી મધુરમ સર્કલ પાસેથી પોલીસે વેપારીને મુક્ત કરાવ્યો હતો, જે બાદ પોલીસે મુખ્ય સહીત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
ધંધાના રૂપિયાની લેતી દેતી મામલે થઈ હતી માથાકૂટ
ફરિયાદી દીવાકર તિવારી અને આરોપી પિયુષ અગ્રવાલ ટેકસટાઇલ પેકેજિસના ધંધા સાથે સંકળાયેલા છે. તેમની વચ્ચે ધંધાના રૂપિયાની લેતી દેતી મામલે માથાકૂટ ચાલી રહી હતી. આ ઘટનાની જાણ ગોડાદરા પોલીસને થઈ હતી, પોલીસે તાત્કાલિક ટીમો દોડાવી અપહરણ કર્તાઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પિયુષ અગ્રવાલ, વિવેક, સંજય, લક્કી અને સુકુમાનો સમાવેશ થાય છે. આ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે.




