ગુજરાતમાં આ નદી પર બનશે સૌપ્રથમ રબ્બર ડેમ, 50થી વધુ ગામોને થશે ફાયદો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી ઉપર ડેમ બનનાર છે. 128 કરોડના ખર્ચે ગુ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી ઉપર ડેમ બનનાર છે. 128 કરોડના ખર્ચે ગુજરાતનો સૌ પ્રથમ રબ્બર ડેમ બનશે. આ ડેમ 1958માં બનેલ છે. જર્જરિત થઈ જતા 30 ગામોને સિંચાઇનો લાભ મળતો નાહોતો. જ્યારે રેતીના કાપથી આખો ડેમ ભરાઈ જતા પાણી વહી જતું હતું. આ રબ્બર ડેમની કામગીરી બોડેલી ખાતે આવેલ સિંચાઇ વિભાગની નંબર 2ની કચેરીને સોંપવામાં આવી છે.
110 મીટર લાંબો બનશે
50થી વધુ ગામોને ડેમ બનશે તો ફાયદો થશે. આ વિસ્તારમાં કેનાલના સિંચાઇના પાણી મળતા નહોતા. આ રબ્બર ડેમ 110 મીટરની લંબાઈમાં 6 મીટર ઊંચો બનશે. જેનાથી નદીમાં કાપ આવે છે. રેતી ધસરાઈને આવે છે. તે રોકાઈ નહીં.આ ડેમ બને તો ડેમના ઉપરવાસના 50થી વધુ ગામોને સિંચાઇ અને પીવાના પાણીની મુશ્કેલીનો અંત આવશે.
કેનાલ બનશે
28 કરોડ ના ખર્ચે કેનાલો પણ બનનાર છે. જેનાથી ખેતરોમાં પાણી પહોંચશે.હાલ 30 જેટલા ગામો ઉનાળામાં પાણીની ગંભીર કટોકટી ભોગવે છે.આ ડેમનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.






