મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: ઢાંકીમાં અંગત અદાવતમાં થયેલા ફાયરિંગમાં એકનું મોત, બે ઘાયલ

સુરેન્દ્રનગરના ઢાંકી ગામમાં અંગત અદાવતમાં થયેલા ફાયરિંગમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. જેમને સાર

સુરેન્દ્રનગર: ઢાંકીમાં અંગત અદાવતમાં થયેલા ફાયરિંગમાં એકનું મોત, બે ઘાયલ

સુરેન્દ્રનગરના ઢાંકી ગામમાં અંગત અદાવતમાં થયેલા ફાયરિંગમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ગામમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગની આ ઘટનામાં બે યુવકોને ઈજા પહોંચી હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. 

ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

બીજી તરફ ફાયરિંગની ઘટના બાદ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લખતર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં 12 દિવસમાં 3 જેટલા ફાયરિંગના બનાવ બન્યા

તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં છેલ્લા 12 દિવસમાં 3 જેટલા ફાયરિંગના બનાવ બન્યા છે. પરિણામે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો