મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod news: જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે ફાયરિંગ, બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

દાહોદના કસ્બા વિસ્તારના પટરીચોકમાં બે પક્ષો વચ્ચે જૂની બબાલ અને અગાઉના ઝઘડાના સમાધાનને લઈને

Dahod news: જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે ફાયરિંગ, બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

દાહોદના કસ્બા વિસ્તારના પટરીચોકમાં બે પક્ષો વચ્ચે જૂની બબાલ અને અગાઉના ઝઘડાના સમાધાનને લઈને ફાયરિંગની ઘટના બની હતી. ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું અનુમાન છે, જેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં દાહોદ એ ડિવિઝન PI, DySP અને LCB-SOGની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાયો છે. પોલીસે સ્થળ કોર્ડન કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. 

આ સમાચાર શેર કરો