સુરતમાં ગેસ લીકેજથી લાગી આગ, 15 બાય 15ની રૂમમાં રસોઈ બનાવતા 7 યુવાનો દાઝ્યા
સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પલેક્ષના બ

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પલેક્ષના બીજા માળે આગ લાગી ગઈ હતી. ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરથી આગ લાગી જતાં એક 15 બાય 15 ની રૂમમાં રસોઈ બનાવનારા 7 જેટલા યુવકો દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
ગેસ સળગાવતા બ્લાસ્ટ સાથે આગ લાગી
એ. કે. રોડ ખાતે 15 બાય 15ની રૂમમાં 10 જેટલા યુવાનો દ્વારા કેટરર્સ માટે રસોઈ બનાવવામાં આવી રહી હતી. બે ચૂલા પર આ કામગીરી કરવામાં આવી રહી હતી. રૂમમાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડર હતા. જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ હતો. દરમિયાન કોઈ દ્વારા લાઇટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા બ્લાસ્ટ થઈ ગયો હતો.જેમાં ચૂલો સળગાવનાર યુવાન વધુ દાઝી ગયો હતો. જ્યારે અન્ય છ જેટલા યુવાનો પણ આ આગના પગલે દાજી ગયા હતા. કુલ સાત જેટલા યુવાનો દાઝી ગયા હતા.
દાઝેલાના નામ
આનંદકુમાર લક્ષ્મણ પાસવાન
બલરામ લક્ષ્મણ પાસવાન
મિથુન પાસવાન
સાગર પાસવાન
બાદલ પાસવાન
પ્રીતમ પાસવાન
પ્રદ્યુમ્ન પાસવાન








