મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદની 10 શાળામાં ફાયર NOC એક્સપાયર, 11માં તો પતરાના શેડ

રાજકોટની ઘટના બાદ હવે સરકારના આદેશથી રાજ્યભરમાં તમામ બિલ્ડીંગ, કોમ્પલેક્ષ, એકમો, હોસ્પિટલો,

અમદાવાદની 10 શાળામાં ફાયર NOC એક્સપાયર, 11માં તો પતરાના શેડ

રાજકોટની ઘટના બાદ હવે સરકારના આદેશથી રાજ્યભરમાં તમામ બિલ્ડીંગ, કોમ્પલેક્ષ, એકમો, હોસ્પિટલો, સ્કૂલ, કોલેજોમાં ફાયર એનઓસીની તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્રામ્ય ડીઈઓ દ્વારા 70 સ્કૂલોમાં તપાસ કરવામાં આવી છે, શહેર ડીઈઓ હેઠળની 9 અને ગ્રામ્યની 10 સ્કૂલોમાં ફાયર એનઓસીની મુદ્દત પુરી થઈ ગઈ હોવાનું ધ્યાને આવ્યું છે.

 સ્કૂલોમાં ફાયર NOCની મુદ્દત પૂર્ણ

જ્યારે ડીઈઓ હેઠળની 11 સ્કૂલોમાં પતરાના શેડ હોવાનું ધ્યાને આવ્યું છે. કોર્પોરેશન અને ડીઈઓ ઉપરાંત ગ્રામ્યની સ્કૂલોમિાં મામલતદાર કચેરીએથી પણ ફાયર સેફ્ટીની તપાસ થઈ રહી છે. 

11 સ્કૂલોમાં ધાબા પર પતરાના- પ્લાસ્ટીકના શેડ 

11 સ્કૂલોમાં ધાબા પર પતરાના- પ્લાસ્ટીકના શેડ હોવાનું સામે આવ્યું છે. જેતી આ સ્કૂલોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ સ્કૂલો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. જેમાં 8 સ્કૂલોનું રૂબરું હિયરીંગ પૂર્ણ કરાયું છે, અને ત્રણ સ્કૂલોનું બાકી છે. આ સ્કૂલોને શેડ તોડી નાખવા અથવા સીલ કરી દેવાના આદેશ આપવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો