મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આવતીકાલથી નવરાત્રીનો આરંભ: અમદાવાદમાં હજુ સુધી 8 ગરબા આયોજકોની FIRE NOC મંજુર

આવતીકાલ ત્રીજી ઓકટોબરથી નવરાત્રી પર્વનો આરંભ થશે. અમદાવાદમાં આવેલા વિવિધ પાર્ટી પ્લોટમાં

આવતીકાલથી નવરાત્રીનો આરંભ: અમદાવાદમાં હજુ સુધી  8 ગરબા આયોજકોની FIRE NOC મંજુર

 આવતીકાલ ત્રીજી ઓકટોબરથી નવરાત્રી પર્વનો આરંભ થશે. અમદાવાદમાં આવેલા વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવા બે દિવસમાં ફાયર વિભાગ તરફથી માત્ર આઠ જેટલી ફાયર  NOC મંજુર કરવામાં આવી છે. બે દિવસમાં ફાયર વિભાગને ગરબા આયોજિત કરવા માટે ફાયર NOC મેળવવા ૬૬થી વધુ અરજી મળી છે.

અમદાવાદમાં અંદાજે 100થી પણ વધુ પાર્ટી પ્લોટમાં ગરબા

ગરબા જ્યાં યોજાવાના છે એવા સ્થળો પૈકી મોટાભાગના સ્થળોએ હજુ કામગીરી ચાલી રહી હોવાથી ક્યારે કામગીરી પુરી થશે, ક્યારે ઈન્સ્પેક્શન થશે અને ક્યારે ફાયર વિભાગની NOC મળશે. આ વર્ષે અમદાવાદમાં અંદાજે 100થી પણ વધુ પાર્ટી પ્લોટમાં આયોજકો દ્વારા ગરબા આયોજિત કરવામાં આવનાર છે. ગરબાના સ્થળે ફાયર એન.ઓ.સી.મેળવવી ફરજિયાત બનાવવામા આવી હોઈ ફાયર વિભાગ પાસે બે દિવસના સમયમાં ૬૬ અરજીઓ ફાયર એન.ઓ.સી.મેળવવા આયોજકો તરફથી કરવામાં આવી છે. 

 ૪૫ અરજીઓનું ઈન્સ્પેક્શન

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના જણાવ્યા અનુસાર  ફાયર વિભાગની વિવિધ ટીમ દ્વારા આવેલી અરજીઓ પૈકી ૪૫ અરજીઓનું ઈન્સપેકશન પુરુ કરાયુ છે. શહેરમાં જે સ્થળે ગરબા આયોજિત કરવામાં આવનાર છે તે સ્થળો પૈકી મોટાભાગના સ્થળે હજુ કામગીરી કરવાની બાકી  હોવાથી ઈન્સ્પેક્શન ક્યારે કરી NOC આપવી એ બાબત વિભાગ માટે પણ મૂંઝવણરુપ બની રહેશે.

આ સમાચાર શેર કરો