Ahmedaabad news: મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગી આગ, ફાયર બ્રિગેડે તાત્કાલિક મેળવ્યો કાબૂ
અમદાવાદના વાડજ વિસ્તાર પાસે આવેલા ભીમજીપુરામાં ઘરમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. LPG સિલિન્ડરમાં બ

અમદાવાદના વાડજ વિસ્તાર પાસે આવેલા ભીમજીપુરામાં ઘરમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ વધુ ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ ક્યા કારણે લાગી તેની તપાસ ચાલુ છે.




