મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં જરીના કારખાનામાં ફાટી નીકળી આગ, લાખોનો સામાન બળીને થયો ખાક

સુરતમાં દિવાળીની રાત્રે અલગ અલગ જગ્યાએ મોટા પ્રમાણમાં આગના બનાવો સામે આવ્યાં હતાં. જો કે, આગન

સુરતમાં જરીના કારખાનામાં ફાટી નીકળી આગ, લાખોનો સામાન બળીને થયો ખાક

સુરતમાં દિવાળીની રાત્રે અલગ અલગ જગ્યાએ મોટા પ્રમાણમાં આગના બનાવો સામે આવ્યાં હતાં. જો કે, આગના બનાવો ઓછા થવાનું નામ ન લેતા હોય તે રીતે જરીના કારખાનામાં પણ આગ લાગી હતી. હાલ દિવાળીની રજાઓમાં કારખાનામાં રજા હોવાના કારણે આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

આ પણ વાંચો: સિંહ દર્શન: જો તમે ગીર જઈ રહ્યા છો તો જાણી લો આ ખાસ સૂચના, વન વિભાગ અને મિતિયાળા અભયારણ્યે જાહેર કર્યું રેડ એલર્ટ

સ્પાર્કથી લાગી આગ

ઉધના વિસ્તારમાં આવેલા જરીના કારખાનામાં આગની ઘટના બની હતી. કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટ શર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવે છે. સ્પાર્કથી શરૂ થયેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જેથી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
 
પાવર સપ્લાય બંધ કરી દેવાયો

આગ લાગી ત્યારે કારખાનું બંધ હતું. જેથી લોકોને જાણ થતાં વાર લાગી હતી. આ દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગમાં લાખોની જરી અને સામાન બળીને ખાક થઈ ગયાં હતાં. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. ઘટનાની જાણ થતાં DGVCLના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જેથી પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો