મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં હીરાના કારખાનામાં આગ લાગતાં મચી ભાગદોડ, ફ્લેશ ફાયરથી 14 દાઝ્યા,બેની હાલત ગંભીર

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલા ગ

સુરતમાં હીરાના કારખાનામાં આગ લાગતાં મચી ભાગદોડ, ફ્લેશ ફાયરથી 14 દાઝ્યા,બેની હાલત ગંભીર

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ નજીક આવેલા એક કારખાનામાં આગ લાગી ગઈ હતી. ત્રીજા માળે આવેલા પેન્ટ્રી હાઉસમાં આગ લાગતાં 14 વ્યક્તિ દાઝી ગયા હતાં. જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.જેમાંથી બેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

આગ પર કાબુ મેળવાયો

હીરાના કારખાના બહુધા સલામત હોય છે. જો કે, પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઈન લીકેજ થતાં આગ લાગી હતી. જેથી ભાગદોડ મચી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં જ ત્રણ સ્ટેશનની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમણે આગ પર કાબુ થોડી જ ક્ષણોમાં મેળવી લીધો હતો.

સ્થિતિ સામાન્ય કરાઈ

ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ કહ્યું કે, કોલ મળતાં જ કતાર ગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેશફાયરથી બે કારીગર ગંભીર રીતે દાઝ્યા હતાં. બીજા કોઈ ફસાયા નહોતા. કુલ 14ને નાની મોટી ઈજા થઈ હતી. ઘુમાડાને હટાવીને સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઈનમાં લિકેજ થતાં આગ લાગી હોય શકે છે. 6 ફાયરની ગાડીઓ અને બ્રાઉઝર આવ્યા હતાં.

આ સમાચાર શેર કરો