મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરુચની આમોદ તાલુકા પંચાયતમાં લાગી આગ,  રેકર્ડ રૂમનું સાહિત્ય બળીને થયું ખાક

ભરુચની આમોદ તાલુકા પંચાયતનાં રેકર્ડ રૂમમા આગ લાગી ગઈ હતી. જેથી રેકર્ડ બળીને ખાક થઈ જવા પામ્યું છે. આગ જાણી બુઝીને લ

ભરુચની આમોદ તાલુકા પંચાયતમાં લાગી આગ,  રેકર્ડ રૂમનું સાહિત્ય બળીને થયું ખાક

ભરુચની આમોદ તાલુકા પંચાયતનાં રેકર્ડ રૂમમા આગ લાગી ગઈ હતી. જેથી રેકર્ડ બળીને ખાક થઈ જવા પામ્યું છે. આગ જાણી બુઝીને લગાડવામાં આવી હોવાની લોક ચર્ચા ઉઠવા પામી છે. હાલ સમગ્ર આગને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. 

આગનું કારણ અકબંધ

આમોદ તાલુકા પંચાયતનાં રેકર્ડ રૂમમા રાત્રિનાં ત્રણ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતાં રેકર્ડ રૂમમા રહેલો રેકર્ડ બળીને ખાક થઈ ગયો હતો. જંબુસર પાલિકાના ફાયર ફાઇટરે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.જો કે આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમા રહેલો જૂનો રેકર્ડ બળીને આગમાં ખાક થઈ ગયો હતો. લોકચર્ચા મૂજબ કોઈકે જાણી બૂઝીને આગ લગાડી હોવાનું જાણવા મળ્યુ છે.કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી.

ભાજપના હોદ્દેદારો દોડી ગયા

સવારે  આમોદ  જંબુસર ના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ તેમજ ભાજપનાં હોદ્દેદારોએ આગમાં બળીને ખાક થઈ ગયેલા રેકર્ડ રૂમની મુલાકાત લીધી હતી. આ બાબતે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જણાવ્યુ હતુ કે, લોકચર્ચા મૂજબ કોઈએ જાણી બૂઝીને આગ લગાડવામાં આવી હોય તેવું લાગે તેવું લાગે છે. ત્યારે કસૂરવાર સામે સખ્ત કાર્યવાહી કરાશે તેમજ સરકારમાં પણ તેઓ રજૂઆત કરશે તેમ ઉમેર્યુ હતું.

આ સમાચાર શેર કરો