ભરુચમાં બાળક સ્કૂલે જતા ભૂલો પડ્યો, ટ્રાફિક જવાનની સતર્કતા અને PSIના પ્રયત્નથી પિતા સાથે થયું મિલન
ભરુચમાં સ્કૂલ જતા બાળક ભૂલો પડી એબીસી ચોકડી પહોંચી ગયો હતો. ટ્રાફિક જવાનની સ

ભરુચમાં સ્કૂલ જતા બાળક ભૂલો પડી એબીસી ચોકડી પહોંચી ગયો હતો. ટ્રાફિક જવાનની સતર્કતા અને PSIના પ્રયત્નથી પિતા સાથે મિલન થયું હતું. ભરુચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાળક સ્કુલ જતા ભૂલો પડી જઈ એબીસી ચોકડી પર પોહચીં જતા ટ્રાફિક જવાનની સતર્કતાથી તેના પિતાને સુપ્રત કરાયો હતો.
ભરુચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્ક નૂર સોસાયટીમાં રહેતા નિસાર અહેમદ મિસ્ત્રીનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન સવારે સ્કૂલ જવા નીકળ્યો હતો. જે ભૂલો પડી જતા એબીસી ચોકડી પાસે પોહચી ગયો હતો, તે દરમ્યાન ટ્રાફિક જવાનની નજર તેના પર પડી જતા પૂછપરછ કરી તેને પાંચ બત્તી પોલીસ ચોકીમાં લઈ આવ્યો હતો.
જ્યાં PSI પાઠકે આ બાળકને બેસાડી તેની પૂછપરછ કરી મોબાઈલ નંબર અને એડ્રેસ પૂછતા બાળકે તેને એનું એડ્રેસ જણાવ્યું હતું. જે બાદ તેના પિતાનો સંપર્ક કરી તેઓને પોલીસ ચોકી પર બોલાવી તેના પિતાને પરત કર્યો હતો. ખોવાયેલ પુત્રનું મિલન થતા નિસાર એહમદે ગળગળા થઈ જઈ PSI તેમજ સ્ટાફનો ખુબ ખુબ આભાર માન્યો હતો.





