મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જીઆઇડીસીમાં આવેલ પિત્ઝા શોપમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્કવેર સ્થિત પિત્ઝા શોપમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગ વધુ વિક

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્કવેર સ્થિત પિત્ઝા શોપમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગ વધુ વિકરાળ બનતા ડીપીએમસીના ત્રણ ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ રહેણાંક વિસ્તાર નજીક લાગતા પોલીસ અને વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું હતું.

પ્રાથમિક તપાસમાં પિત્ઝા શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી. સમયસર આગ પર કાબુ મેળવાતા મોટી દુર્ઘટના ટળી હતી.

આ સમાચાર શેર કરો