મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધજાળા ગામે પીએચસી સેન્ટરમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન 

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધજાળા ગામે આવેલ પીએચસી સેન્ટર પર આગની ઘ

ધજાળા ગામે પીએચસી સેન્ટરમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન 

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધજાળા ગામે આવેલ પીએચસી સેન્ટર પર આગની ઘટના બની છે. આ આગ વહેલી સવારે લાગતાં મોટું નુકસાન થયું છે. પીએચસી સેન્ટરમાં રહેલ વેક્સિન, ચાર જેટલા કોમ્પ્યુટર, બે ફ્રીજ, સ્ટેબિલાઇઝર, તમામ રેકોર્ડ, ટેબલ, ખુરશી, સહિત આગમાં સળગીને નાશ પામ્યા છે. સ્થાનિક લોકોને પીએચસી સેન્ટરમાં આગની જાણ થતા તુરંત આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ધજાળા ગામે પીએચસી સેન્ટરમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરાય તે પહેલા જ મોટા પ્રમાણમાં તમામ સામાન સળગી ચુક્યો હતો. હાલ ડોક્ટર સહિત ગ્રામજનો હાજર રહી નુકસાન બાબતે તેમજ આગ લાગવાનું કારણ તપાસી રહ્યા છે હાલ આગનું કારણ શોર્ટ સર્કિટથી થયા હોવાનું અનુમાન છે. 

આ સમાચાર શેર કરો