ARAVALLI : મોડાસામાં એસટી બસમાં મહિલા કંડક્ટર પર હુમલા મામલે 1 પુરુષ, 3 મહિલા સામે નોંધાઈ ફરિયાદ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડાસા એસટી ડેપોની મેઘરજ-મોડાસા બસમાં મહિલા કંડકટર પ

અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડાસા એસટી ડેપોની મેઘરજ-મોડાસા બસમાં મહિલા કંડકટર પર હુમલા મામલે મહિલા કંડક્ટર રિંકલ પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણી ત્રણ મહિલા અને એક પુરુષ સામે ફરિયાદ નોંધાવી છે. આ સાથે એસટી બસમાં મહિલા કર્મચારીની સુરક્ષા અંગે જોગવાઈ કરાય એવી માંગ ઉઠી છે.
મેઘરજ-મોડાસા બસમાં મહિલા કંડકટર અને મુસાફર મહિલા વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડકટર પર ઝપાઝપી થઈ હતી. મહિલા કંડક્ટરના વાળ પકડી શરીર પર નખ માર્યા હતા અને પેટ પર લાતો મારી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.




