મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GSTVના અહેવાલની મોટી અસર, અંજારમાં રણજીત બિલ્ડકોન સામે FIR નોંધાઈ

કચ્છના અંજારમાં પોલીસે રણજીત બિલ્ડકોન સામે FIR નોંધવામાં આવી છે. GSTVના અહેવાલ દર્શાવ્યા બાદ આખરે મોડી રાતે

GSTVના અહેવાલની મોટી અસર, અંજારમાં રણજીત બિલ્ડકોન સામે FIR નોંધાઈ

કચ્છના અંજારમાં પોલીસે રણજીત બિલ્ડકોન સામે FIR નોંધવામાં આવી છે. GSTVના અહેવાલ દર્શાવ્યા બાદ આખરે મોડી રાતે પોલીસે ફરિયાદ નોંધી હતી. રણજીત બિલ્ડકોન પર રોયલ્ટી ચોરી કરવાનો આરોપ લાગવામાં આવ્યો છે. રણજીત બિલ્ડ કોને ભૂસ્તર વિભાગના ખોટા NOC રજૂ કરીને રોયલ્ટી ચોરી કરી હતી. રેલ્વેટ્રેકના કામમમાં રજીત બિલ્ડકોને કપચીમાં રોયલ્ટીની ચોરી કરી હતી, IPC કલમો મુજબ અંજાર પોલીસે ગુનો નોંધ્યો હતો. 

રણજિત બિલ્ડકોનના વિવાદો

ઓગસ્ટમાં સુરતના મોટા વરાછા ખાતે મેટ્રોના બાંધકામ સમયે મહાકાય ક્રેઈન તૂટી પડી હતી.
બંગલા પર આ ક્રેન તૂટી પડી હતી. 
સદનસીબે બંગલાના રહેવાસીઓ બહારગામ હોવાથી જાનહાનિ ટળી હતી.
એસ.પી.રીંગ રોડ પર મોહમમ્દપુરા ફ્લાયઓવરના બાંધકામ સમયે સ્લેબ તૂટી પડતાં એકનું મોત 
નવા ટેન્ડર બહાર પાડ્યા બાદ કોઈ અન્ય કોન્ટ્રાક્ટર તૈયાર ન થતાં રણજીત બિલ્ડકોને જ બ્રિજ બનાવ્યો હતો.
પાંજરાપોળ ખાતે દાયકાઓ જુના ઘટાટોપ વૃક્ષોનું નિકંદન કાઢી રૂપિયા 108 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાનો કોન્ટ્રાક્ટ

રેલવે ટ્રેક બનાવવા માટે રણજીતે કાળી કપચીનો ઉપયોગ કર્યો હતો. કાળી કપચી માટે ભુસ્તર વિભાગને રોયલ્ટી આપવાની હતી. રણજીત બિલ્ડકોને રેલ્વેને ભુસ્તર વિભાગને રોયલ્ટી ચૂકવી હોવાની બે ખોટી રોયલ્ટી રસીદ આપી હતી. એક રોયલ્ટી રસીદમાં એક લાખ ટન કપચી વધારી દીધી હતી. બીજી રસીદમાં છ લાખ મેટ્રિક ટન કપચીની ખોટી રસીદ બનાવી આપી હતી.

ગુજરાતમાં રણજીત બિલ્ડકોન અને વિવાદ એજબીજાના પર્યાય 

ગુજરાતમાં રણજીત બિલ્ડકોન અને વિવાદ એજબીજાના પર્યાય બની ગયા છે. આ બિલ્ડર કંપનીએ બનાવેલા ઘણા બ્રિજોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને અમૂક બ્રિજ તો તૂટી પણ ગયા. આમ છતાં કોન્ટ્રાકટ આ જ કંપનીને મળે છે. 

ભસ્તર વિભાગના સિનિયર ક્લાર્ક જવાનસિંહ ડાભીએ અંજાર પોલીસ સ્ટેશનમાં આપેલી અરજી મુજબ રણજિત બિલ્ડોકોને 2021માં અમદાવાદ રેલ્વે ડિવિઝનમાં નો-ડ્યુ સર્ટિફિકેટ રજુ કર્યું હતું, જેમાં રોયલ્ટીને લગતા સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે રેલ્વે વિભાગે અંજાર ભુસ્તર વિભાગને કાગળ મોકલ્યા હતા.

 રણજિત બિલ્ડકોનનો ભાંડો ફૂટ્યો

અંજાર ભુસ્તર વિભાગ પાસે નો ડ્યુ સર્ટિફિકેટ આવતા જ રણજિત બિલ્ડકોનનો ભાંડો ફૂટ્યો હતો અને ખોટા સહી અને સિક્કા બનાવીને સાત લાખ ટન રેતી અને કપચીની ગોલમાલ કરી હોવાનું સામે આવ્યું હતું. કપચી અને રેતીની રોયલ્ટી અંદાજે રૂપિયા ત્રણ કરોડ જેટલી થાય છે. 

 

આ સમાચાર શેર કરો