મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 સામે નોંધાઈ FIR

Rajkot Gamezone Fire: રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. TRP ગેમઝોન ના આ અગ્નિકાંડમાં 28 મૃતદે

રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 સામે નોંધાઈ FIR

Rajkot Gamezone Fire: રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. TRP ગેમઝોન ના આ અગ્નિકાંડમાં 28 મૃતદેહો મળ્યા છે. તો બીજી બાજુ આ TRP ગેમઝોનના માલિક-સંચાલકો સામે FIR નોંધાઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ સામે IPC 304, 308, 337 ,338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી હતી, હવે તાલુકા પોલીસ વિધિવત ધરપકડ કરશે. 

આ 6 આરોપીઓ સામે નોંધાઈ FIR 

(1) ધવલભાઈ ભરતભાઈ ઠકકર
(2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
(3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા
(4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન
(5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
(6) રાહુલ લલીતભાઇ રાઠોડ
(7) તપાસમાં ખુલે તે તમામ

28 ડેડબોડી મળી 

રાજકોટ અગ્નિકાંડની ઘટના અંગે મૃતકોની માહિતી વિશે જણાવતા રાજકોટ AIIMSના  ફોરેન્સિક મેડિસિન વિભાગના હેડ પ્રો.ડો.સંજય ગુપ્તાએ જણાવ્યું કે આગની ઘટનામાં 28 જેટલી ડેડબોડી મળી આવી છે, તેમાંથી 18 જેટલી બોડીના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે . 18 જેટલી બોડી AIIMS હોસ્પિટલ ના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે. ગાંધીનગર ખાતે ડીએનએના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ ચકાસણી થઈને આવ્યા બાદ તે તમામ પરિવારોને મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવશે.

અગ્નિકાંડ એ માનવસર્જિત ડિઝાસ્ટર - હાઈકોર્ટ

રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. આ ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં વિશેષ બેન્ચે સુનાવણી કરી હતી. હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ પાસે ગેમઝોન મુદ્દે જવાબ માગ્યો છે. અને એક જ દિવસમાં ખુલાસા કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે. 

આ સમાચાર શેર કરો