TAPI : બાંધકામના ખોટા બિલ રજૂ કરી નાણા મેળવાનર બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ ગુનો દાખલ
FIR against two contractors for submitting fake construction bills | Vyara Tapi News : તાપી જિલ્લાના વ્યારામાં વ્યારા તાલુકા પંચાયતમાં બાંધકામના ખોટા બિલ રજૂ

Vyara Tapi News : તાપી જિલ્લાના વ્યારામાં વ્યારા તાલુકા પંચાયતમાં બાંધકામના ખોટા બિલ રજૂ કરી નાણા મેળવાનર બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વ્યારા તાલુકા પંચાયત ના ઇન્ચાર્જ અધિક મદદનીશ ઇજનેરરે ફરિયાદી બની બંને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ લખાવી છે.
પ્રાયોજના વહીવટદાર દ્વારા અપાયેલ મંજૂરી અંતર્ગત આશ્રમ શાળામાં બાંધકામ કરવાનું હતું. જો કે વ્યારાના બે કોન્ટ્રાકટર કે.એ.સોલંકી અને રાજુભાઈ હિંગડેએ આ અંગે ખોટા બાંધકામના ફોટા મૂકી વ્યારા તાલુકા પંચાયતમાં બિલો રજૂ કર્યા હતા અને નાણા પણ મેળવી લીધા હતા.
સમગ્ર કૌભાંડ સામે આવતા વ્યારા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ અધિક મદદનીશ ઇજનેરે આ બંને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તાલુકા પંચાયતને ગેરમાર્ગે દોરી વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. વ્યારા પોલીસે બંને કોન્ટ્રાક્ટરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ગત દિવસોમાં DDO દ્વારા આ પ્રકરણમાં અધિક મદદનીશ ઈજનેરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.






