મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: મકાન ધરાશાયી થવાના મામલામાં બિલ્ડર સહિત 3 સામે FIR, એકની ધરપકડ

સુરતમાં છ માળની ઈમારત ધરાશાયી થવાના કેસમાં પોલીસે બિલ્ડર સહિત ત્રણ લોકો સામે ફોજદારી કેસ નોંધ્ય

સુરત: મકાન ધરાશાયી થવાના મામલામાં બિલ્ડર સહિત 3 સામે FIR, એકની ધરપકડ

સુરતમાં છ માળની ઈમારત ધરાશાયી થવાના કેસમાં પોલીસે બિલ્ડર સહિત ત્રણ લોકો સામે ફોજદારી કેસ નોંધ્યો છે. તેમજ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા હેઠળના પાલી ગામમાં શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ઘણી મહેનત બાદ એક મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી, પરંતુ સાત લોકોના મોત થયા હતા.

છ માળની કૈલાશ રાજ નામની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ


સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી છ માળની કૈલાશ રાજ નામની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગમાં રહેતા લોકો શનિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. સુરત ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. NDRF અને SDRFની ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.

બિલ્ડીંગનો માલિક અમેરિકામાં


એસીપી નિરવ ગોહિલે જણાવ્યું કે, બિલ્ડિંગના માલિક રાજ કાકડિયા હાલ અમેરિકામાં છે, જ્યારે તેની માતા પોલીસ પકડથી બહાર છે. પોલીસે આ કેસમાં કેરટેકર અશ્વિન વેકરિયાની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે છ માળની આ ઈમારતમાં લગભગ 35 ફ્લેટ હતા. પરંતુ બિલ્ડીંગની હાલત જર્જરિત હોવા છતાં લોકોને ભાડે મકાનો આપવામાં આવ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી પોલીસ હવે કાટમાળના સેમ્પલ લેશે અને એફએસએલ કરાવશે. તેમજ આર એન્ડ બી વિભાગના નિષ્ણાતના રિપોર્ટના આધારે વધુ તપાસ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો