VIDEO: વડોદરાના ગોડાઉનમાં ભીષણ આગ, ભારે જહેમતે કાબૂ!
વડોદરાના દશરથ ભરત એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિ

વડોદરાના દશરથ ભરત એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને હડકંપનો માહોલ સર્જાયો હતો. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય માટે રાખવામાં આવેલા લાકડાના પેલેટના વિશાળ જથ્થામાં આગ લાગવાના કારણે તેણે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કાળા ધુમાડાના ગોટેગોટા એક કિલોમીટર દૂર સુધી આકાશમાં સ્પષ્ટ દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સાવચેતીના ભાગરૂપે આસપાસના રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તારને સુરક્ષિત કરીને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું સત્તાવાર કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયર ફાઈટરોના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.




