VIDEO : અલીગંજ કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ
સોર્સ : GSTV
લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોના દુઃખદ મોત થયા છે. આ ઈમારતમાં એક એનિમેશન કોચિંગ સેન્ટર અને પેટ ક્લિનિક ચાલતું હતું. આગને કારણે ફેલાયેલા ભારે ધુમાડા અને સાંકડા રસ્તાઓને લીધે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા, જેમાંના કેટલાક જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 14 ગાડીઓ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરી ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50 000 રૂપિયાની સહાય જાહેર કરી છે. પોલીસ દ્વારા બિલ્ડિંગના માલિકો સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ પર ઈમારતના ખોટા ઉપયોગ અને સુરક્ષામાં બેદરકારીનો આરોપ છે

