Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Massive fire breaks out in slum near Udyog Bhavan in Delhi

VIDEO : દિલ્હીના ઉદ્યોગ ભવન નજીક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હીના પ્રતિષ્ઠિત ઉદ્યોગ ભવન નજીક આવેલી મજૂર ઝૂંપડપટ્ટીઓમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક તપાસ મુજબ, આ આગ વિસ્તારના ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ-સર્કિટ થવાને કારણે લાગી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અનેક ઝૂંપડાં તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને પોલીસ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને નિયંત્રિત કરી રહી છે. વહીવટીતંત્ર દ્વારા આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

App Store