Video: દિલ્હીની બેંક ઓફ બરોડાની શાખામાં બોમ્બની ધમકીનો કોલ નીકળ્યો અફવા: અગ્નિશમન વિભાગ અને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ

બેંકમાં બોમ્બ હોવાનો કોલ મળતા જ પોલીસની એક વિશેષ ટુકડી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સુરક્ષાદળો દ્વારા બેંક પરિસરની લાંબી અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જે બપોરે સવા એક વાગ્યા સુધી ચાલી હતી. આ સઘન તપાસ દરમિયાન બેંકમાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આખરે તમામ તપાસ પૂર્ણ થયા બાદ બપોરે અંદાજે 2 વાગ્યે આ ધમકીને સંપૂર્ણપણે અફવા જાહેર કરવામાં આવી હતી, જેનાથી તંત્ર અને સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.
જાહેરાત







