Video: દિલ્હીના નરેલા વિસ્તારમાં કરુણ ઘટના: હાથમાં ફટાકડા ફૂટવાથી ૧૦ વર્ષના છોકરાનું મોત

સોર્સ: gstv

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ છોકરો ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે અકસ્માતે તે હાથમાં જ ફૂટી જતા ગંભીર ઈજાઓ થઈ હતી. મૃતકના ભાઈ મોહિતે જણાવ્યું કે તેનો નાનો ભાઈ પાર્ટીમાં વપરાતા સામાન્ય ફટાકડા ફોડી રહ્યો હતો, જે ફૂટીને છાતીમાં વાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર ન અપાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.. હોસ્પિટલ સ્ટાફે સારવાર આપવાને બદલે લાપરવાહી દાખવ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત