Gujarat news: પૂર્વ મંત્રીએ લેટર લખીને સરકારનો કામ આમળ્યો, શાળા-કોલેજમાં વિદ્યાર્થિનીઓ અસલામત, ખાખી વર્દી સંપૂર્ણ નિષ્ક્રિય
નઘરોળ સરકારી સિસ્ટમ જ નહીં, પોલસની નિષ્ક્રિયતા સામે ખુદ ભાજપના ન

નઘરોળ સરકારી સિસ્ટમ જ નહીં, પોલસની નિષ્ક્રિયતા સામે ખુદ ભાજપના નેતા-ધારાસભ્યો, સાંસદો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સરકાર સામે લેટરવોર યથાવક રહ્યો છે. વિરમગામના ધારસભ્ય હાર્દિક પટેલે શહેરમાં ગટરો ઉભરાતાં લોકો તોબા પોકારી ઉઠ્યાં છે, આ સમસ્યાને લઈને તેમણે સરકારને પત્ર લખીને જનઆંદોલન કરવા ચિમકી ઉચ્ચારી હતી. ધારાસભ્ય હિરા સોલંકી, જેવી કાકડિયાએ સિંહોના મોતને લઈને સવાલો ઉઠાવી વન વિભાગને જવાબદાર ઠેરવ્યા હતા.
પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડના ખુલ્લા પત્રથી ખળભળાટ મચ્યો
આ ઉપરાંત સાસંદ મનસુખ વસાવાએ જર્જરિત પુલોને લઈને સરકારનો કાન આમળ્યો હતો. હવે પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડના ખુલ્લા પત્રથી ખળભળાટ મચ્યો છે. પૂ્વ મંત્રી બાવકુ ઉઘાડે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે અમરેલીમાં શાળા કોલેજોમાં ભણતી વિદ્યાર્થીનીઓ અસુરક્ષિત છે તેવો આરોપ મૂક્યો છે.
અસામાજીક તત્વો છેડતી કરે છે
તેમણે ગૃહમંત્રીને પત્ર લખી એવી રજૂઆત કરી છે કે અમરેલીમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ની સંખ્યા વધુ છે. ત્યારે અસામાજીક તત્વો છેડકી કરે છે, રોમિયોગીરીને કારણે વિદ્યાર્થિનીઓની સુરક્ષા જોખમાઈ છે. ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે રોમિયો સ્કોવર્ડ કાર્યરત હતી જેના કારણે આ પ્રકારના તત્વો પર લગામ કસવામાં સફળતા મળી હતી.





