સુરત/ મહિલા કોન્સ્ટેબલ આપઘાતમાં કાર્યવાહી, લગ્ન માટે તૈયારી ન દર્શાવનાર કોન્સ્ટેબલ પ્રેમી સામે દુષ્કર્મનો ગુનો
સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે થોડા દિવસો અગાઉ આપઘ

સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે થોડા દિવસો અગાઉ આપઘાત કરી લીધો હતો. આપઘાત અગાઉ મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે, જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો એ તૂટી ગયો છે. ત્યારબાદ પોલીસ તપાસમાં મહિલા કોન્સ્ટેબલના સંબંધ પ્રશાંત ભોંય નામના કોન્સ્ટેબલ સાથે હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તપાસ બાદ પોલીસે લગ્નને ઠેલવનાર કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સિંગણપોર મહિલા કોન્સ્ટેબલ આપઘાતમાં પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસે સુસાઈડ નોટ સહિત તમામ લોકોની પૂછપરછ હાથ ધરી છે. જેમાં સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોંય વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. આ ફરિયાદમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રશાંત અને હર્ષનાબેન છેલ્લા ઘણા સમયથી પ્રેમ સબંધમાં હતા. આ વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી.
સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકેથી ફરજ પૂર્ણ કરી રૂમ પર આવી હતી. પરંતુ, બીજા દિવસે નોકરી પર હાજર નહીં થતાં સાથી કર્મચારીઓએ અનેક વખત ફોન કર્યા હતા. તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પોલીસની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો. ત્યારબાદ આપઘાત કર્યાનું સામે આવ્યું હતું.






