Dahod: ભાજપ નેતાની રત્નદીપ શાળાએ RTE હેઠળ અભ્યાસ કરતા 80 વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી
Dahod News: દાહોદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં RTEના વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવવાનો મામલો સામ

Dahod News: દાહોદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં RTEના વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે. દેવગઢબારીઆ નગરપાલીકાના પ્રમુખ અને ભાજપના નેતાએ RTE હેઠળ અભ્યાસ કરતા વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી હોવાનું સામે આવી રહ્યું છે.
80 જેટલા વિધાર્થીઓ પાસેથી કાયદા વિરુદ્ધ ફી ઉઘરાવી
મળતી માહિતી પ્રમાણે, ભાજપના નેતા અને દેવગઢબારીઆ નગરપાલીકાના પ્રમુખ ધર્મેશ કલાલની દેવગઢબારીઆમાં રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કુલ આવેલી છે. આ શાળામાં RTE હેઠળ એડમીશન લીધું હોવા છતાં વાલી પાસેથી રુ. 18,000 ફી પેટે વસુલવામાં આવી હતી. આખરે ફી ઉઘરાવવા બાબતે દાહોદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જીલ્લા સ્વાગતમાં રજુઆત કરતા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે જીલ્લાની તમામ સ્કુલને RTE અંતર્ગત આવતા વિધાર્થીઓ પાસેથી ફી ન લેવા આદેશ કર્યો છે.



