ઔડા દ્વારા વસુલાતી ફીમાં 10 વર્ષે કરાયો વધારો, રિંગરોડ સહિત આ રસ્તાઓ બનશે હજુ મોટા
અમદાવાદ અર્બન ડેવેલપમેન્ટ ઓથોરિટી(ઔડા) દ્વારા સર્ટિફિકેટ આપવાની ફીમાં વધારો કરાયો હતો. જેમાં પાર્ટ પ્લાન, ઝોનિંગ

અમદાવાદ અર્બન ડેવેલપમેન્ટ ઓથોરિટી(ઔડા) દ્વારા સર્ટિફિકેટ આપવાની ફીમાં વધારો કરાયો હતો. જેમાં પાર્ટ પ્લાન, ઝોનિંગ સર્ટિફિકેટ, માપણી શીટ, ગામના નકશાની ફી ડબલ કરવામાં આવી છે. સર્ટિફિકેટ ફીમાં 10 વર્ષે વધારો કરાયો છે. પાર્ટ પ્લાનની ફી 1000 કરાઇ જે પેહલા રૂ 500 હતી, માપણી શીટ ફી રૂ 1000 કરાઇ જે પેહલા રૂ 500 હતી. તેમજ ગામના નકશાની ફી રૂ 4000 કરાઇ જે પેહલા રૂ 2000 હતી.
આ પણ વાંચો : ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને ઉત્સાહ, અંતિમ દિવસે ઉમેદવારોએ સમર્થકો સાથે ભર્યા ફોર્મ
આ સાથે ઔડાનો રીંગરોડ હાલ ચાર લેન છે તેને સિક્સલેન બનાવવામાં આવશે. અમદાવાદનો રિંગરોડ છ નેશનલ હાઇવે તથા 11 જેટલા નાના મોટા સ્ટેટ હાઇવે સાથે જોડાયેલો છે. જેને સિક્સ લેન બનાવવામાં 2200 કરોડના ખર્ચે કામગીરી કરાશે. રીંગરોડ પરથી પ્રતિદિન એક લાખ જેટલા વાહનો પસાર થાય છે. આ સાથે સર્વિસ રોડ પણ ટુ લેનને બદલે ફોર લેન બનાવવામાં આવશે. તેમજ ત્રાગડ અંડરપાસ ચાર લેનને બદલે આઠ લેન બનવવામાં આવશે.




