મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શું પૈસાદાર વાલીના જ બાળકો MBBS ભણી શકશે?, ખાનગી અને સરકારી કોલેજમાં લાખોનો ફી વધારો

સરકારે આ વર્ષે જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં ધરખમ વધારો કર્યા બાદ વિરોધને પગલે ઘટાડો તો કર્ય

શું પૈસાદાર વાલીના જ બાળકો MBBS ભણી શકશે?, ખાનગી અને સરકારી કોલેજમાં લાખોનો ફી વધારો

સરકારે આ વર્ષે જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં ધરખમ વધારો કર્યા બાદ વિરોધને પગલે ઘટાડો તો કર્યો પરંતુ બીજી બાજુ ખાનગી મેડિકલ કોલેજોમાં ધરખમ ફી વધારો ઝીંક્યો છે. સરકાર દ્વારા દર વર્ષે મેડિકલની-એમબીબીએસની બેઠકોમાં વધારાની અને કોલેજો વધારવાની જાહેરત કરીને વાહવાહી લેવામાં આવે છે, પરંતુ વાલીઓની ફરિયાદ છે કે સરકારે મેડિકલ કોલેજો-બેઠકો તો વધારી છે સાથે સાથે ફી પણ વધારી છે.

19 મેડિકલ કોલેજોની વર્ષ 2024-25ના વર્ષની ફી જાહેર

એમબીબીએસની 19 મેડિકલ કોલેજોની વર્ષ 2024-25ના વર્ષ માટે જાહેર કરાયેલી નવી ફી મુજબ ગવર્મેન્ટ ક્વોટામાં બે લાખથી વધુનો અને મેનજમેન્ટ ક્વોટામાં 4.60 લાખ સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદની મ્યુનિસિપિલ કોર્પોરેશન સંચાલિત એલ.જી મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટામાં સૌથી વધુ 23 મેડિકલ કોલેજો છે અને બાકીની તમામ સંપૂર્ણ રીતે ખાનગી મેડિકલ કોલેજો છે.

કોલેજો અને ફી માળખું

 મેડિકલ કોલેજ

જુની ફી

 ગર્વમેન્ટ

 મેનેજમેન્ટ

નવી ફી

ગર્વમેન્ટ

 મેનેજમેન્ટ
પારૂલ ઈન્સિટટ્યુટ 8.25 15.75 10.00 19.50
અદાણી ઈન્સિટટ્યુટ 6.65 17.90 8.70 18.55
ઝાયડસ કોલેજ 7.65 16.00 9.37 18.73
એમ.કે. શાહ 8.65 16.00 9.66 19.32
સી.યુ.શાહ 6.26 15.00 8.70 20.00
પ્રમુખ સ્વામી કોલેજ 8.70 16.10 10.00 19.91
જીએસ, અમદાવાદ 8.60 15.40 8.70 16.31
સુરત મ્યુ.  કોર્પોરેશન 7.65 14.82 8.95 19.96
બનાસ મેડિકલ 7.65 16.00 7.98 16.24
એલજી. મેડિકલ 7.31 18.40 9.14 23.00
એન.એચ. એલ 5.93 18.25 7.41 22.88
કિરણ.સી. પટેલ 6.85 15.00 8.50 18.00
નુતન મેડિકલ 7.85 15.00 9.50 18.50
શાંતબા કોલેજ 6.85 15.00 9.58 17.16
એન.ડી. દેસાઈ 7.85 15.00 9.81 22.50
અનન્યા કોલેજ 8.25 15.75 9.05 17.32
સાલ ઈન્સિટટ્યુટ 8.65 16.00 9.52 17.60
સ્વામિનારાયણ  8.25 15.75 9.05 17.32
કિરણ મેડિકલ કોલેજ 8.65 16.00 9.05 17.32

જોકે આ કોલેજોમાં પણ ત્રણ મેડિકલ કોલેજો કોર્પોરેશન સંચાલિત છે. જેમાં અમદાવાદની બે કોલેજ એલ.જી અને એનએચએલનો અને સુરતની સ્મીમેર મેડિકલ કોલેજોને સમાવેશ થાય છે.

સરકારની મેડિકલ માટેની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા જીએમઈઆરએસ અને સરકારી કોલેજોની બાદ કરતા બાકીની પુરા થયા બાદ પણ 2023-24માં લોકસભાની ચૂંટણીને લીને ફી વધારોન કરીને નવી ફી નક્કી કરાઈ ન હતી.

એમબીબીએસ માટે જાહેર કરાયેલા ફી માળખામાં ગવર્મેન્ટ ક્વોટામાં પારૂલ મેડિકલ કોલેજની સૌથી વધુ 10 લાખ રૂપિયા વાર્ષિક ફી છે. જ્યારે સૌથી ઓછી એનએચએલ કોલેજની 7.41 લાખ રૂપિયા છે. મેનેજમેન્ટ ક્વોટામાં અમદાવાદની એલ.જી. મેડિકલ કોલેજની સૌથી વધુ 23 લાખ રૂપિયા વાર્ષિક ફી છે અને સૌથી ઓછી 16.24 લાખ રૂપિયા બનાસ મેડિકલ કોલેજની છે. ખાનગી મેડિકલ કોલેજોની એમબીબીએસની ફીમાં સરેરાશ 10 ટકાથી લઈને 25 ટકા સુધીનો વાર્ષિક વધારો કરવામા આવ્યો છે.

આ સમાચાર શેર કરો