શહેરમાં પિતા-પુત્રની જોડીએ લગાવ્યો કરોડોનો ચૂનો, ટ્રેડિંગમાં નફાની લાલચ આપી લોકોને ફસાવ્યા
શહેરમાં સામાન્ય લોકો સાથે રૂપિયા પચાવી પાડી ઠગાઇ કરવાના કેસ હવે જાણે સામાન્ય બનતા જાય છે. તેવામાં બોપલ

શહેરમાં સામાન્ય લોકો સાથે રૂપિયા પચાવી પાડી ઠગાઇ કરવાના કેસ હવે જાણે સામાન્ય બનતા જાય છે. તેવામાં બોપલમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના પિતા પુત્રએ 40 લોકો પાસેથી કરોડો રૂપિયા લઈ થયા ફરાર.
નફાની લાલચ આપી લોકોને ફસાવ્યા
અમદાવાદમાં ડેલ્ટા લાઇન કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને લોકો સાથે કરી છેતરપિંડી. MTF ટ્રેડિંગ અંગે એકાઉન્ટ ખોલાવીને 8થી 15 ટકા નફો આપવાની લાલચ આપી 40 લોકોને ફસાવ્યા. સિક્યોરીટી ડિપોઝિટના નામે રકમ લઈને પિતા અને પુત્ર ઘર અને ઓફિસ બંધ કરી થયા ફરાર.
40 લોકોને ફસાવી કરોડોની ઠગાઇ
શહેરના 40 લોકોને નફાની લાલચ આપી 24.16 કરોડ રૂપિયા આરોપીઓએ પડાવ્યા. આ બાબતે દિવ્યેશ સાંગાણી નામના વેપારીએ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી.બોપલ વિસ્તારના પ્રમોદ પટવા અને આગમ પાટવા સામે ઠગાઈનો ગુનો નોંધાયો.








