મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડમાં પુત્રના વિયોગમાં પિતાનું મોત, બે દિવસથી પુત્રના નામનું કરતા હતા રટણ

રાજકોટ અગ્નિકાંડ દૂર્ઘટનામાં પુત્રના વિયોગમાં પિતાનું મોત થયું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું રટણ કર

રાજકોટ અગ્નિકાંડમાં પુત્રના વિયોગમાં પિતાનું મોત, બે દિવસથી પુત્રના નામનું કરતા હતા રટણ

રાજકોટ અગ્નિકાંડ દૂર્ઘટનામાં પુત્રના વિયોગમાં પિતાનું મોત થયું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું રટણ કરી રહ્યાં હતા. જશુભા હેમુભા જાડેજાનું પુત્રના આઘાતમાં મોત થયું છે. વિશ્વરાજ સિંહ જાડેજાનું રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મોત થયું હતું.પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનો નોકરીમાં પ્રથમ દિવસ હતો અને આગ લાગતા મોત થયું હતું.  પરિવારમાં થોડા સમયમાં જ બે મોત થતા ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

અગ્નિકાંડની તપાસમાં પેટ્રોલને બદલે 1500 લિટર રેઝીન હોવાનું ખુલ્યું

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અતિ દર્દનાક અગ્નિકાંડના મનુષ્યવધના ગુનામાં 27  માનવદેહો ભડથું થઈ ગયા તેમાં ઘટનાસ્થળે પેટ્રોલ કે ડીઝલનો મોટો જથ્થો સંગ્રહાયાના મુદ્દે નવો ઘટસ્ફોટ થયો છે. આ ગુનાની તપાસ કરતી રાજકોટની સિટના સૂત્રો અનુસાર ગેમઝોનમાં પેટ્રોલ સંગ્રહાયેલું હોવાના કોઈ પૂરાવા મળ્યા નથી પરંતુ, 1400 થી 1500લિટર રેઝીન એટલે કે એક પ્રકારનો ચીકણા પદાર્થ જે ચીપકાવવા માટે સ્ટેચ્યુ બનાવવા વપરાય છે તે પદાર્થ હતો. 

આગ લાગી ત્યારબાદ લોકોની પુછપરછમાં ઘટનાસ્થળે પેટ્રોલ ડીઝલનો 3500 લિટર જેવો મોટો જથ્થો સ્ટોરેજ કરાયાની વિગતો પ્રકાશમાં આવી હતી જેની તપાસ કરવા કલેક્ટરે પૂરવઠા વિભાગને સૂચના આપી હતી. 

આ સમાચાર શેર કરો