મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબધને પગલે પિતા અને બે ભાઈઓએ કરી બહેનના પ્રેમીની હત્યા

સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ સંબંધને લઈને ઘરના ત્રણ સભ્યોએ

સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબધને પગલે પિતા અને બે ભાઈઓએ કરી બહેનના પ્રેમીની હત્યા

સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ સંબંધને લઈને ઘરના ત્રણ સભ્યોએ દિકરીના પ્રેમીની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વનાળા ગામે પ્રેમ સંબધમાં યુવકની હત્યા કરાઈ હોવાનો તપાસમાં ધડાકો થયો છે. આ પહેલા પણ પ્રેમ સંબંધને લઈને બોલાચાલી કરવામાં આવી હતી પરંતુ તે સમયે સમાધાન કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો : મહેસાણામાં પ્રેમલગ્ન મામલે બે પરિવારો વચ્ચે મારામારીના દ્રશ્યો, 11 વિરુદ્ધ સામસામે ફરિયાદ

ત્યારબાદ તાજેતરમાં પ્રેમી યુવક પ્રેમિકા યુવતીને મળવા ગયો હતો તે દરમ્યાન પ્રેમિકાનો ભાઈ તેમને જોઈ ગયો હતો. જેથી પ્રેમિકાના પિતા અને તેના 2 ભાઈઓએ સાથે મળી પ્રેમી હરેશ નામના યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યાને પગલે જીવણ સરવૈયા, પ્રકાશ સરવૈયા અને ચિરાગો ભેગા મળી હત્યા કરવા મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો