સુરતમાં બક્ષીપંચના બોગસ દાખલાથી સરકારી નોકરી મેળવવા જતા પિતા-પુત્રી દબોચાયા, આ રીતે ફૂટ્યો ભાંડો
સુરતમાં છેતરપિંડીના અને ડુપ્લિકેટ વસ્તુ, વ્યક્તિના ઘણા કેસ સામે આવ્યા છે. ત્યારે હવે

સુરતમાં છેતરપિંડીના અને ડુપ્લિકેટ વસ્તુ, વ્યક્તિના ઘણા કેસ સામે આવ્યા છે. ત્યારે હવે બોગસ પ્રમાણપત્રનો કિસ્સો સામે આવ્યો છે. કતારગામ GPSC થયેલી 25 વર્ષીય યુવતીએ બક્ષીપંચનું પ્રમાણપત્ર મુકી સરકારી નોકરીનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટો વેરીફાઇ કરતા પિતાનો બક્ષીપંચનો દાખલ બોગસ હોવાનું સામે આવ્યું હતું. આથી સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર ચૌહાણે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે.
હિંદુ ખટીક જાતિ અંગેનું પ્રમાણપત્ર
ફરિયાદના આધારે પોલીસે રેખા શાંતિલાલ ખટીક અને શાંતિલાલ શંકર ખટીક સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. હાલમાં રેખા ખટીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી. જો કે શાંતિલાલ ખટીકે બોગસ લિવિંગ સર્ટિફિકેટ ક્યા બનાવ્યું તે બાબતે પોલીસે રિમાન્ડ મેળવી આગળની તપાસ કરશે. રેખાનો ભાઈ અમદાવાદ પાલિકામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. પોલીસે કહ્યું કે યુવતી નામે રેખા ખટીકે 30-5-16એ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષીપંચનો દાખલો મેળવવા 31-3-2016નું શારદા વિદ્યામંદિર સિંગણપોરનું લિવિંગ સર્ટી અને પિતાના આધાર તરીકે જુની તરેડ પ્રાથમિક શાળા, મહુવા, ભાવનગરનું 16-7-2008નું એલસી રજૂ કર્યુ હતું. આ બંને પ્રમાણપત્રોના આધારે કચેરીએ 30-5-16એ હિંદુ ખટીક જાતિ અંગેનું પ્રમાણપત્ર ઇશ્યુ કર્યુ હતું.
વેરિફેકશનમાં ભાંડો ફૂટ્યો
રેખા ખટીકે વર્ષ 2023-24માં નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર હેઠળની મદદનીશ ઈજનેર(સિવિલ) વર્ગ-2ની સીધી ભરતી સંદર્ભ ફોર્મ સાથે જાતિના પ્રમાણપત્રની નકલ મુકી હતી. જેમાં રેખાના બક્ષીપંચના દાખલા અને તેના પિતાની એલસીની ખરાઇ કરાતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.








