VIDEO : વડોદરા-જરોદ રોડ પર ગમખ્વાર અકસ્માત: લક્ઝરી બસ ટ્રકમાં ઘૂસી, 5ના મોત
વડોદરા-જરોદ રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. ર

વડોદરા-જરોદ રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી લક્ઝરી બસ જરોદના કોટંબી ગામ નજીક હાઇવે પર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત સમયે મોટા ભાગના મુસાફરો ઊંઘમાં હોવાથી અનેક લોકો ઘટનાનો ભોગ બન્યા હતા. દુર્ઘટના એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. અકસ્માતમાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસ ચાલકને ઝોકું આવ્યું હતું કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.




