Video: આણંદ અને આંકલાવ તાલુકાના ગામોમાંથી જમીન સંપાદન વળતર મુદ્દે આણંદમાં ખેડૂતોની રેલી

આણંદ અને આંકલાવ તાલુકાના ગામોમાંથી પસાર થતા ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.વડોદરા અને રેવારી વચ્ચે ચાલી રહેલી આ કામગીરીમાં ખેડૂતોની કિંમતી જમીન સંપાદિત કર્યાના 16-16 વર્ષ વિતી ગયા હોવા છતાં યોગ્ય વળતર ન મળ્યાના આક્ષેપ થયા છે.આ મામલે આણંદના બોરસદ ચોકડી ઓવરબ્રિજ પાસેથી ખેડૂતોએ રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને વર્તમાન જમીનના ભાવ મુજબ વળતર ચૂકવવાની માંગ કરી હતી.






