Video: સાઉથ બોપલમાં સરકારી જમીન દબાણમુક્ત

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાટલોડિયા મામલતદાર કચેરી દ્વારા અંદાજે 7 હજાર ચોરસ મીટર સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરાયા છે. તંત્ર દ્વારા અગાઉ અનેક વખત નોટિસ આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સરકારી જમીન પર બનાવવામાં આવેલા કાચા અને પાકા શેડ દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.




