મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીજપોલ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોનો હલ્લાબોલ

મોરબીના જેતપર ગામમાં વીજકંપનીઓની મનમાની સામે ખેડૂતોએ હલ્લાબોલ કરી કામ અટકાવ્યું. કોંગ્રેસ નેતા પાલ

મોરબીના જેતપર ગામમાં વીજકંપનીઓની મનમાની સામે ખેડૂતોએ હલ્લાબોલ કરી કામ અટકાવ્યું. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કહ્યું કે, કંપની મરજી પડે તેમ વીથ થાંભલાઓ નાંખી રહી છે. અગાઉ જ્યાં ખોદાયો તે ખોટી જગ્યાએ ખોદી દેવાયો હતો. હવે બીજી જગ્યાએ ખાડો ખોદી દેવાયો છે. એટલે કંપની કા તો અગાઉ ખોટી હતી અથવા તો હવે ખોટી છે. કંપની આવી કામગીરી કરી સરકારી પ્રશાસન અને પોલીસને પણ ગેરમાર્ગે દોરી રહી છે.

સાથે જ આક્ષેપ લગાવ્યો કે ધારાસભ્યની ભલામણથી વીજપોલની જગ્યા બદલાઈ જાય તો ખેડૂતો કેમ ભોગવે? જો કંપની જ નિયમ મુજબ કામ નથી કરતી તો પણ ખેડૂતો કામ અટકાવે તો ખેડૂતોની અટકાયત થાય છે અને કંપની સામે કોઈ કાર્યવાહી થતી નથી. કંપની જ ખોટા કામ કરી પોલીસ અને ખેડૂતોને આમને-સામને કરી રહી છે.

આ સમાચાર શેર કરો