મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબી જિલ્લાના સાપકડા ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચેનો વિવાદ વધુ તીવ્ર બન્યો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે પાવરગ્રીડ કંપ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચેનો વિવાદ વધુ તીવ્ર બન્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય વળતર ચૂકવ્યા વિના કામગીરી હાથ ધરાતા તેમના હકોનું હનન થઈ રહ્યું છે. છેલ્લા એક મહિનાથી ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને આશરે 5 લાખ રૂપિયાનું વળતર અપાયું છે, જ્યારે નિયમો મુજબ 30 લાખ રૂપિયાથી વધુ વળતર મળવું જોઈએ. ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો એકત્રિત થતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતો હવે યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

આ સમાચાર શેર કરો