મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરેન્દ્રનગરમાં ખેડૂતો છેતરાયા, નકલી ખાતરથી પાક બળી ગયો

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વેળાવદર ગામના ખેડૂતો નકલી ખાતરનો ભોગ

VIDEO : સુરેન્દ્રનગરમાં ખેડૂતો છેતરાયા, નકલી ખાતરથી પાક બળી ગયો

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વેળાવદર ગામના ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે. વેળાવદર ખેડૂતોએ યુનાઈટેડ કંપનીનું નર્મદા બ્રાન્ડનું ‘કૃષિ પ્રધાન’ નામના ખાતરનો ખેતીમાં ઉપયોગ કર્યો હતો. 

વેળાવદર ગામના 30થી વધુ ખેડૂતોએ સરકાર માન્ય કહેવાતા આ ખાતરનો વપરાશ કર્યા બાદ કપાસ, મગફળી અને લીલી મરચીનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સાથે મોટા પાયે છેતરપિંડી થઇ છે. 

ભોગ બનનારા આ ખેડૂતો સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગની કચેરી ખાતે દોડી આવ્યા હતા અને વળતરની માંગ સાથે નકલી ખાતર વેચનાર કંપની સામે પગલાં લેવાની માંગ કરી આવેદનપત્ર આપ્યું છે. 

આ સમાચાર શેર કરો