મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાથી આ જિલ્લામાં ખેડૂતો ભડક્યા, કરી રહ્યા છે આ માંગણી

મહારાષ્ટ્રનાં ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્

મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાથી આ જિલ્લામાં ખેડૂતો ભડક્યા, કરી રહ્યા છે આ માંગણી

મહારાષ્ટ્રનાં ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી અને મહિલાને 2100 રૂપિયા દર મહિને આપવાની ભાજપ દ્વારા થયેલ જાહેરાતથી સુરેન્દ્રનગરના ખેડૂતોએ રોષ વ્યકત કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોએ રોષ વ્યકત કર્યો છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 5 કરોડની જમીનના વેલ્યુએશન પર પ્રિમિયમ મંજૂરી કલેક્ટર આપશે

ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવાની માગ ઉઠી છે. ગુજરાતની મહિલાઓને પણ 2100 રૂપિયા દર મહિને ખાતાઓમાં જમાં કરાવવા સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો સરકારને રજુઆત કરે તે પ્રકારની માગ ઉઠી છે.

મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જો ભાજપની સરકાર બનશે. તો બહેનોને દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત થઈ હતી તેની સાથે જ ખેડૂતોના દેવા માફી માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. હાલ ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને 1500 રૂપિયા ચૂકવી રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દર મહિને બહેનોને 1250 રૂપિયા ચૂકવી રહી છે. 

2022માં 156 ધારાસભ્યો સાથે ભાજપને બહુમતી ગુજરાતની જનતાએ આપી તેમ છતાં ગુજરાતની મહિલાઓ અને ખેડૂતો સાથે 28 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ ભેદભાવ કરી રહી છે. એવા આક્ષેપ સાથે AAPના નેતાએ હવે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રના સંકલ્પ પત્રની માફક ખેડૂતો અને મહિલાઓ માટે આ પ્રકારની સહાયની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો