Mahisagar: તાપણું કરતા ખેડૂતની કુહાડીના ઘા ઝીંકી કરાઈ હત્યા
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. લુણાવાડાના સાત તળાવ ગામના

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. લુણાવાડાના સાત તળાવ ગામના કેનાલ પાસે ખેડૂત પર રાત્રિ દરમિયાન જીવલેણ હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.
સાત તળાવ ગામનો રહેવાસી સમીર પટેલ નામનો યુવાન રાત્રિના સમયે પોતાના ખેતરમાં પાકના રક્ષણ માટે ગયો હતો. શિયાળાની કકડતી ઠંડી હોવાથી તે ખેતરની કેનાલ પાસે તાપણું કરીને બેઠો હતો. આ દરમિયાન તેના પર કુહાડીના 7 થી વધુ ઘા ઝીંકી હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે ગંભીર ઈજાઓને કારણે સમીરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. યુવાનની કમકમાટી ભરી હત્યાને લઈને ગામમાં શોકનો માહોલ છે. આ ઘટનાને લઈને લુણાવાડા ટાઉન પોલીસ મહીસાગર LCB સહિત SOGની ટીમો દ્રારા તપાસ શરૂ કરાઈ છે.





