મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: આર્થિક સંકડામણથી કંટાળી ખેડૂતનો આપઘાત, લેણદારો આપતા હતા ધમકી

સુરેન્દ્રનગરમાં ચોટીલાના ખેડૂતે આર્થિક સંકડામણને લઇ જીવન ટુકાવ્યું છે. ચોટીલાના ખેરડી ગામે પઠાણી ઉઘરાણીન

Surendranagar news: આર્થિક સંકડામણથી કંટાળી ખેડૂતનો આપઘાત, લેણદારો આપતા હતા ધમકી

સુરેન્દ્રનગરમાં ચોટીલાના ખેડૂતે આર્થિક સંકડામણને લઇ જીવન ટુકાવ્યું છે. ચોટીલાના ખેરડી ગામે પઠાણી ઉઘરાણીના મુદ્દે ખેડૂત જીતેસ દુમાંડિયાએ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક માહિતી અનુસાર જીતેસ દુમાંડિયાએ ચાર લોકો પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા અને ત્યારબાદ તેને સતત ધાકધમકીઓ આપવામાં આવી રહી હતી, જેના કારણે તે ગંભીર આર્થિક સંકળામણ અને માનસિક તાણમાં હતો. અંતે આ પરિસ્થિતિથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.    

આ સમાચાર શેર કરો