મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાતા પરિવાર પહોંચ્યો બાળ સુરક્ષા કચેરીએ

સાબરકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હાઈસ્કુલના એક વિદ્યાર્થીને

સાબરકાંઠામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાતા પરિવાર પહોંચ્યો બાળ સુરક્ષા કચેરીએ

સાબરકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હાઈસ્કુલના એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાની એક હાઈસ્કુલમાં વિધાથીને ઢોર માર મરાયો હોવાનો બાળકના પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : શિક્ષણ વિભાગની વધુ એક બેદરકારી: રાજકોટમાં 120 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે માતાજીના મઢમાં

સાબરકાંઠા જિલ્લામાં વડાલીની સી.જે. હાઈસ્કુલના એક વર્ગમાં વિદ્યાર્થી વાતો કરતો હતો. જેથી શિક્ષકને ગુસ્સો આવતા વિદ્યાર્થીને હાથ પર દંડો માર્યો હતો. જેને કારણે વિદ્યાર્થીના હાથની ચામડી ચિરાઈ ગઈ હતી. આ ઘટનામાં ભોગ બનેલા ઈજાગ્રસ્ત વિધાર્થીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના પરિવારજનો જીલ્લા બાળ સુરક્ષા કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.  આ સાથે જીલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો