મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli news: સિવિલમાં મહિલાના મોત મામલે પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ, વિવાદ વધુ વકર્યો

અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપેરેશન માટે આવેલી

Amreli news: સિવિલમાં મહિલાના મોત મામલે પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ, વિવાદ વધુ વકર્યો

અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપેરેશન માટે આવેલી મહિલાનું મોત મામલે પરિવારજનોએ બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે..તેમજ મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે.

તબીબો પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો

મૃતક મહિલાના પરિવારજનોએ તબીબો પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. આજે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દેવી પૂજક સમાજના લોકો ઉમટી પડ્યા હતા, સમગ્ર સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

 બોટાદના ટાટમ ગામના વતની ભનીબેન મણદુરિયા નામના મહિલાને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ઓપરેશન બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. 

આ સમાચાર શેર કરો