મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત ઝડપાઇ, સરકારી જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ બતાવી હરાજી કરી વેચી મારી

ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઇ છે. આ નકલી કચેરીનો ઉપયોગ કરીને સરકારી જમીનને ગેરકાયદેસર રીતે પ્લોટિંગ

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત ઝડપાઇ, સરકારી જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ બતાવી હરાજી કરી વેચી મારી

ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઇ છે. આ નકલી કચેરીનો ઉપયોગ કરીને સરકારી જમીનને ગેરકાયદેસર રીતે પ્લોટિંગ બતાવીને હરાજી કરવામાં આવી હતી. આ કૌભાંડમાં સરકારી લેટરપેડ અને સહી-સિક્કાનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો જેના આધારે દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાંથી વધુ એક નકલી કચેરી ઝડપાઇ

ગુજરાતમાં વધુ એક વખત સરકારી નકલી કચેરી ઝડપાઇ છે. છોટા ઉદેપુર, મોરબી અને મોડાસામાં સરકારી કચેરી ઝડપાયા બાદ હવે ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત ઝડપાઇ છે. ગોંડલના ત્રાકુડા ગામમાં ગરીબોને ફાળવવામાં આવેલા 100 ચોરસવારના પ્લોટની જમીનમાં ભૂમાફિયાઓએ કૌભાંડ આચર્યું છે. વર્ષ 2008માં ગોંડલ ડેપ્યુટી કલેક્ટરે 100 ચોરસવાર માટે સર્વે નંબર 91ની 5 એકર જમીન નીમ કરેલ હોવાનો હુકમ કર્યો હતો.આ પ્લોટને ભૂમાફિયાઓએ બારોબાર સરકારી સહી સિક્કા-લેટરપેડનો દૂરઉપયોગ કરીને બારોબાર વેચી માર્યા હતા. આ અહેવાલ સામે આવ્યા બાદ ગ્રામ પંચાયતમાં કોઇ રેકોર્ડ ના હોવાની વિગતો સામે આવી છે.

ભૂમાફિયાઓએ સરકારી જમીન 800થી 900 રૂપિયા વારના ભાવે વહેંચી હોવાની વિગતો મળી છે. મળતી માહિતી અનુસાર, પ્લોટની જાહેર હરાજી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હોવા છતા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ અજાણ છે.

આ સમાચાર શેર કરો