નકલી PSIએ સુરતમાં કોન્ટ્રાક્ટરને હનીટ્રેપમાં ફસાવ્યા, આવા ફોટો પાડી પડાવ્યા 5 લાખ
ગુજરાત સહિત સુરતમાં પણ નકલીની ભરમાર ચાલી રહી છે. ત્યારે એક નકલી પીએસઆઈએ 45 વર્ષીય કોન્ટ્રા

ગુજરાત સહિત સુરતમાં પણ નકલીની ભરમાર ચાલી રહી છે. ત્યારે એક નકલી પીએસઆઈએ 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને કામના બહાને પાર્લેપોઇન્ટના વૃંદા કોમ્પલેક્ષમાં બોલાવ્યા હતાં. બાદમાં ટોળકીએ તેમને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. કોન્ટ્રાક્ટરને હાથકડી પહેરાવી તેના નગ્ન ફોટા પાડી પોલીસના નામે ધમકાવી 5 લાખ રૂપિયા પડાવ્યાની ઘટના ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી ટોળકીના 4 નકલી પોલીસ કર્મીને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચોઃસુરતમાં ચોથા માળે ફ્લેટમાં આગ લાગતા 76 વર્ષના વૃધ્ધા દાઝ્યા, આ રીતે કરાયું રેસ્ક્યૂં
20 લાખની માગ કરી હતી
કોન્ટ્રાક્ટર પાર્લે પોઇન્ટ વૃંદાવન કોમ્પ્લેક્ષમાં ગયો હતો. અમન તેને એક રૂમમાં લઈ ગયો હતો જ્યાં પહેલેથી એક યુવતી હતી. અમન જેવો બહાર નીકળીને ગયો ત્યાં નકલી પોલીસ ઘૂસી આવી હતી. તેમણે કોન્ટ્રાક્ટરને કહ્યું કે શું કરો છો કહી તમાચા ઠોકી દીધા . કોન્ટ્રાક્ટરને હાથકડી પહેરાવી નગ્ન ફોટો પાડી લીધા હતા. તેને રેપના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નકલી પોલીસે ગુનો દાખલ નહિ કરવા માટે 20 લાખની માંગણી કરી રકઝક થતાં છેવટે 5 લાખ આપવાના નક્કી કર્યા હતા.
5 લાખ પડાવ્યા
કોન્ટ્રાક્ટરે તેના મિત્રને 5 લાખ લઈને સરગમ શોપિંગ સેન્ટર પાસે બોલાવ્યો હતો. જ્યાં કોન્ટ્રાક્ટરે 5 લઈ નકલી પોલીસના રિક્ષાવાળા સુમિતને આપી દીધા હતા.કોન્ટ્રાક્ટરે ફરિયાદ આપતા ઉમરા પોલીસે નકલી PSI અમિત સહિત ટોળકીના 6 સામે ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે અમિત મનસુખ ઠક્કર, ડી સ્ટાફ તરીકે ઓળખ આપનાર વિજય મણીલાલ માળી, અલ્પેશ જગદીશ પટેલ, અને અમાનઉલ્લાહ શેખની ધરપકડ કરી છે.








