મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: વસ્ત્રાપુરમાં પ્રેમિકા સાથે હોટલમાં ગયેલા યુવકનું નકલી પોલીસે કર્યું અપહરણ

અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમિકા સાથે હોટલમાં ગયેલા યુવકનું અપહરણ કરી તેની પાસ

અમદાવાદ: વસ્ત્રાપુરમાં પ્રેમિકા સાથે હોટલમાં ગયેલા યુવકનું નકલી પોલીસે કર્યું અપહરણ

અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમિકા સાથે હોટલમાં ગયેલા યુવકનું અપહરણ કરી તેની પાસેથી પૈસા પડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યુ હતુ. ગામના જાણીતા યુવક અને પોલીસની ઓળખ આપનાર શખ્સે ભેગા મળીને અપહરણ કર્યું હોવાનું સામે આવે આવ્યું છે.

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક યુગલ હોટલમાં ગયું હતુ. ત્યાં અચાનક પોલીસ તરીકેની ઓળખ આપી યુવકને માર માર્યો અને અપહરણ કરીને યુવકને હાથીજણ લઈ ગયા હતા. ત્યારબાદ ધમકીઓ આપી યુવકનો પ્રેમિકા સાથેનો વિડીયો વાયરલ કરવાનું કહી પૈસા માંગ્યા હતા. આરોપીઓએ ટુકડે ટુકડે ત્રણ લાખ રૂપિયા પડાવી, દસ લાખ પડાવવાનો પ્રયત્ન કર્યો હતો.  

આ પણ વાંચો : AMCની નવી યોજના: અમદાવાદના રહીશોને આ 3 બાબતનું પાલન કરવા પર મળશે 10% ટેક્ષ રિબેટ

આ સમગ્ર મામલે જયરાજ ડાંગર અને જુગલ ગઢવી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. જયરાજ ડાંગરને ફરિયાદી યુવકે અગાઉ ઉછીના 50,000 આપ્યા હતા. જે રૂપિયા પરત માંગતા તેણે ધમકી આપી હતી. જુગલ ગઢવી નામના શખ્સે પોલીસમાં ન હોવા છતાં પોલીસની ઓળખ આપી યુવકને પ્રેમિકા સાથે હોટલમાં પકડી વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો