Mahesana news: નકલી વકીલે દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો પડાવ્યા, દંપતિ સામે નોંધાઈ ફરિયાદ
મહેસાણાના કડીમાં બોગસ વકીલ દંપતિનો પર્દાફાશ થયો છે. આ અંગે પતિ-પત્ની સામે ફરિયાદ નોંધાઈ છ

મહેસાણાના કડીમાં બોગસ વકીલ દંપતિનો પર્દાફાશ થયો છે. આ અંગે પતિ-પત્ની સામે ફરિયાદ નોંધાઈ છે. આ વકીલ એ.આર. રાવલ બનીને લોકો સાથે લાખોની ઠગાઈ કરી હતી. આ વકીલનું અસલી નામ મિતેશ સાધુ છે અને તેની પાસે વકીલાતની કોઈ ડિગ્રી કે સનદ નહોતી. વકીલે દુષ્કર્મનો ખોટો કેસ કરવાની બીક બતાવી વેપારી પાસેથી ૩.૨૭ લાખ પડાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
પોતાને હાઈકોર્ટ અને સુપ્રીમના વકીલ તરીકે દર્શાવી કડીના નર્મદા કોમ્પ્લેક્સમાં આ ઠગે ઓફિસ ખોલી હતી. હાલ તો કડી પોલીસે બોગસ વકીલ અને તેની પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ અન્ય કોઈ નાગરિક ભોગ બન્યું હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ પણ કરાઈ છે.




