મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં કરોડો રૂપિયાની કિંમતની 5 જેટલી જમીનોના ખોટા ઓર્ડર કર્યા

Fake judge Morris Samuel Christian made wrong orders for 5 lands in Ahmedabad | નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં નારોલ શાહવાડી વિસ્

નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં કરોડો રૂપિયાની કિંમતની 5 જેટલી જમીનોના ખોટા ઓર્ડર કર્યા

નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને  અમદાવાદમાં   નારોલ શાહવાડી વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતની પાંચ જેટલી જમીનોના ખોટા ઓર્ડર કર્યા હોવાની માહિતી છે. તેણે લવાદ તરીકે ખોટો ઓર્ડર કર્યો હતો અને આ ઓર્ડરના આધારે સીટી સિવિલ કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે મંગળવારે મળેલી લીગલ કમિટીમાં  અધિકારીઓને પૂછ્યું હતું કે ખોટી રીતે લવાદના ઓર્ડરના કિસ્સામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જમીનના ઓર્ડર થયા છે કે કેમ? 

જેના જવાબમાં અધિકારીઓએ કહ્યું કે વર્ષ 2019માં નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નારોલ - શાહવાડી મોજે સર્વે નંબર 102, 107, 117, 118 અને 138 એમ કુલ પાંચ   જમીનોમાં તેમણે લવાદ તરીકે ખોટા ઓર્ડર કર્યા છે.  

આ 5 સર્વે નંબરની જમીનમાં અરજદાર તરીકે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરના નામ છે. આ ઓર્ડરના આધારે સીટી સિવિલ કોર્ટમાં તેઓએ દાવો દાખલ કર્યો છે, જેની આવતીકાલે 23 ઓક્ટોબરે સુનાવણી છે અને ચુકાદો આવશે.

આ બાબતે આજે મળેલી કમિટીમાં અધિકારીઓએ  વકીલોને આ બાબતે જાણ પણ કરી દીધી છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપી મોરીસ ક્રિશ્ચિયન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે અને વિજિલન્સ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો